નડિયાદ શહેરમાં રખડતા પશુઓ ઠેરઠેર અડિંગા જમાવે છે અને રખડતા પશુઓ લોકોને અડફેટે લેવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે વચ્ચે મોડે મોડે મનપા તંત્ર જાગ્યું છે. જેના ભાગરૂપે ૩૭૦ રખડતા પશુઓ અને ૨૦ આખલાને માર્ગ પરથી પકડવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી ફેલવાતા ૪૦ પશુ માલિકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

શહેરમાં રખડતા ઢોરોના યુદ્ધ અને લોકોને અડચણના અવાર-નવાર કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે મનપાની ટીમ સફાળી જાગી છે. શહેરના પીજ રોડ પર સતત ૩ વાર આખલા વચ્ચે યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રોજ એક યુવકને ફંગોળ્યાની પણ બનાવસામે આવી હતી. ત્યારે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે વારંવાર ઠપકો ખાઈ ચુકેલા તંત્રએ આજદીન સુધી કાર્યવાહી કરી નહોતી. પરંતુ ગતરોજ યુવકને ફંગોળ્યાબૃ બાદ હવે મનપાની ટીમ સફાળી જાગી હતી અને ૩૭૦ જેટલા રખડતા ઢોર અને ૨૦ જેટલા આખલાને પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા છે. આ સિવાય ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ થનાર પશુમાલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રખડતા પશુઓ થકી જાહેરમાં ગંદકી ફેલાવતા ૪૦ પશુમાલિકો વિરુદ્ધ કલમ ૧૫૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
કોની કોની સામે કેસ દાખલ કરાયા
રામાભાઈ રબારી, રૂપેશભાઈ રબારી, બીટટુ હરીશભાઈ રબારી, બચુભાઈ મેલાભાઈ રબારી, ગનાભાઈ ભરવાડ, ચરણભાઈ રબારી, જેમીનભાઈ મફતભાઈ રબારી, ધમાભાઈ નાગજીભાઈ રબારી, નરેશ ભરવાડ, રાજુભાઈ ભીખાભાઈ રબારી, રૂષિકભાઈ નીલેશભાઈ રબારી, ક્રિષ્ના ચરણભાઈ રબારી, ભરતભાઈ ફૂલાભાઈ રબારી, દશરથભાઈ સરજીરીભાઈ રબારી, પરેશભાઈ લાલજીભાઈ રબારી, સંજયભાઈ રબારી, વાલજીભાઈ ખોળાભાઈ ભરવાડ, રણછોડભાઈ કાળાભાઈ ભરવાડ, લાલજીભાઈ રૂપાભાઇ હડગડા, સંજયભાઈ હરજીભાઈ રબારી, નાથુલાખાભાઈ ભરવાડ, ભરવાડ હરીભાઈ કુકાભાઈ, ભરવાડ જીગરભાઈ ડાહ્યાભાઈ, ભરવાડ ધમેશભાઈ કરશનભાઈ, ભરવાડ મહેશભાઈ નવઘણભાઈ, ભરવાડ ગોપાલભાઈ નવઘણભાઈ, ભરવાડ કલ્પેશભાઈ બીજલભાઈ, બચુભાઈ સેલાભાઈ ભરવાડ, મથુરભાઈ કરશનભાઈ ભરવાડ, વિપુલભાઈ બામ્ભા, જગદીશભાઈ રામજીભાઈ રબારી, નાગજીભાઈ રામાભાઈ રબારી, ભરતભાઈ રેવાભાઈ રબારી, કેવલભાઈ કમલેશભાઈ રબારી, સાચાભાઈ મુભાઈ ભરવાડ, દિલીપભાઈ રતીરાજભાઈ રબારી, આરવભાઈ નાગજીભાઈ રબારી, વિષ્ણુભાઈ ગોવિદભાઈ રબારી, દશરથભાઈ લાલજીભાઈ રબારી, વિઠલભાઈ પપ્પુભાઈ રબારી

