GUJARAT : નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ

0
49
meetarticle

 નડિયાદ મહાનગરપાલિકાની દબાણ ટીમે આજે મનપા સંકુલના મુખ્ય ગેટની પાસે આવેલી ચાર દુકાનો તોડી પડાઇ છે. મનપા દ્વારા નોટિસ આપીને દુકાનો ખાલી કરાવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

નડિયાદ શહેરમાં મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો અને જૂના અને જર્જરિત બનેલા મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. 

આ દુકાનો ૨૦૦૨ માં બનાવવામાં આવી હતી. વર્ષો જૂની દૂકો પૂર્વ પ્રમુખ કુમાર મેઘરાજના કાર્યકાળમાં બની હતી. શ્રેયળ ગરનાળા પાસે જે તે સમયે દબાણમાં આવતી કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી હતી. તે વખતે આ દુકાનો ભાડાપટ્ટે આપવામાં આવી હતી. પરંતુ લાંબા સમયથી ભાડાપટ્ટાની અવધિ પૂર્ણ થઇ જતા ભાડાઆતો અને પેટા બાડુઆતોનો કબજો હતો. આ દુકાનો હાલ જર્જરિત હોવાથી અને મનપાની બહાર જ મુખ્ય પ્રવેશદ્વાર પાસે હોવાથી તોડવાની કામગીરી શરૂ કરાઇ હતી અને આજે દબાણ વિભાગની ટીમે જેસીબી સહિતની મશીનરી સાથે ચાર દુકાનોનો જમીનદોસ્ત કરી હતી.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here