ઉમરેઠ પોલીસે ડાકોર-નડિયાદ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી અર્ટિગા ગાડી અને બાઇક સહિત કુલ રૂપિયા ૧૦,૭૯,૧૨૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉમરેઠ વિધાનસભા ચૂંટણી સંદર્ભે ઉમરેઠ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક અર્ટિગા ગાડીમાં વિદેશી દારૂ ભરીને ડાકોરથી નડિયાદ તરફ જવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડી અટકાવતા તેમાંથી વિદેશી દારૂની ૪૧ પેટી જેમાં કુલ ૯૮૧ ટીન મળી આવ્યા હતા, જે માત્ર મધ્યપ્રદેશમાં વેચાણ માટે હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨.૧૫ લાખનો દારૂ, રૂપિયા ૮ લાખની અટગા ગાડી, રૂપિયા બાઇક, ૩ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૦,૭૯,૧૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે છે. આ ગુનામાં પોલીસે બે આરોપીઓ યોગેશકુમાર ગોવિંદભાઈ પટેલ (રહે. કણભઈપુરા, આણંદ) અને દિલીપભાઈ અશ્વિનભાઈ ઠાકોર (રહે. પણસોરા, ઉમરેઠ)ને ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

