GUJARAT : નસવાડી તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત પેકેજની માંગ સાથે મામલતદારને આવેદન.

0
42
meetarticle

નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. આથી ખેડૂતોને યોગ્ય વળતર તથા વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ સાથે નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું


આવેદનમાં જણાવાયું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મકાઈ, તુવેર, મૂંગ, ઉડદ, સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. પાકો નષ્ટ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકો બગડી ગયા છે. જેના પરિણામે ખેડૂતોને ઉપજ મળવાની આશા ન રહી.

કોંગ્રેસ કાર્યકરોએ આવેદનપત્રમાં રાજ્ય સરકારને અપીલ કરી છે કે નસવાડી તાલુકાના તમામ ખેડૂતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને અસરગ્રસ્ત ખેડૂતોને ₹30,000 પ્રતિ હેક્ટરના દરે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. ઉપરાંત જે ખેડૂતો પર ખેતીલોન બાકી છે, તેમનું લોન પણ માફ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.

આવેદનપત્ર નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોલંકી જયવંતસિંહ ગાલાભાઈ દ્વારા મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર : અંજુમ ખત્રી, છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here