રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રિતેશ વસાવાએ વાલિયા-નેત્રંગ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડતા બલદેવા અને પિંગોટ ડેમની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

હાલ ડેમની ડાબા અને જમણા કાંઠાની કેનાલો જર્જરિત બની ગઈ હોવાથી ખેડૂતોને પાણી વિતરણમાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે મંત્રીએ ડેમની મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય રિતેશ વસાવાએ આ જર્જરિત કેનાલોના પુનર્નિર્માણ માટેની કામગીરી શરૂ કરાવી છે.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે સિંચાઈનું પાણી વહેલી તકે અને સરળતાથી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે. તેમણે ખેડૂતોને ઝડપથી પાણી આપવાની ખાતરી આપી હતી.
