“પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાર્થક કરતા ભરૂચ જિલ્લાની નેત્રંગ અને હાંસોટ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કુલ 13 મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે.

નેત્રંગ પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ₹2,22,173/- ની કિંમતના 11 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે અને તેમને તેમના માલિકોને પરત કર્યા છે.
તેવી જ રીતે હાંસોટ પોલીસે પણ CEIR પોર્ટલની મદદથી ₹21,000/- ની કિંમતના 2 મોબાઇલ ફોન શોધી કાઢ્યા અને તેમને પણ તેમના માલિકોને પરત કર્યા છે.

