GUJARAT : પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

0
12
meetarticle

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે.

યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. ગુજરાત એનસીપીના પ્રદેશ યુવા વિંગના પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ જોશી, સહિત સોશીયલ મીડીયાના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ પક્ષમાં તિરંગો ખેસ પહેરી જોડાયા હતા. વડોદરાના વીએચપીના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.
કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.

(ડૉ. હિરેન બેંકર)
પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here