GUJARAT : પાલનપુર શહેરને શિવરાત્રિના દિવસે સિટી બસોનું ઓપનિંગ

0
24
meetarticle

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરને મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો લાભ મળ્યો છે લગભગ 15 વર્ષના લાંબા વિરામ બાદ પાલનપુર શહેરમાં ફરી એકવાર સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
શહેરના વધતા ટ્રાફિક, પરિવહન સમસ્યા અને નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.શરૂઆતના તબક્કામાં પાલનપુર શહેરમાં કુલ 9 સીટી બસો 6 અલગ-અલગ રૂટ પર દોડશે, જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોને સીધો લાભ મળશે.

પાલનપુર શહેરમાં શરૂ થયેલી મુખ્યમંત્રી શહેરી સેવા બસ અંતર્ગત એરોમા સર્કલ,સુવર્ણભૂમિ નગરપાલિકા વિસ્તાર, દિલ્હી ગેટ સહિત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.શહેરના આશરે 7 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં આવતાં વિસ્તારોને સીધી સીટી બસ સેવાનો લાભ મળશે. યુ આ મહત્વપૂર્ણ સીટી બસ સેવાનો લોકાર્પણ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ મયંક નાયક અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ના હસ્તે કરવામાં આવ્યો હતો.જ્યાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.સીટી બસ સેવાના લોકાર્પણ પ્રસંગે લોક પ્રતિનિધિઓ દ્વારા બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસમાં પરિવહન વ્યવસ્થાની ભૂમિકા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.આ સીટી બસ સેવા ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થવાની છે. પાલનપુર શહેરની મહિલાઓ માટે આ સીટી બસ સેવા એક સપ્તાહ સુધી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.
સાથે સાથે બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સીટી બસ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે.

સીટી બસ સેવામાં મુસાફરી કરતી મહિલાઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી.સસ્તી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી મળતા નાગરિકોએ સરકાર અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો.શહેરના વધતા ટ્રાફિક, ખાનગી વાહનોની ભીડ અને પરિવહન સમસ્યાનો મોટો ઉકેલ તરીકે આ સીટી બસ સેવાને જોવામાં આવી રહી છે.આ સેવાથી માત્ર ટ્રાફિકનો ભાર ઓછો થશે એટલું જ નહીં પરંતુ પર્યાવરણને પણ ફાયદો થશે અને સામાન્ય નાગરિકોને સરળ પરિવહન મળશે.

સીટી બસ સેવા શરૂ થતાં પાલનપુરના નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.લાંબા સમય બાદ શરૂ થયેલી આ સેવાએ શહેરના પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી છે.કુલ મળીને જોવામાં આવે તો 15 વર્ષ બાદ શરૂ થયેલી પાલનપુર સીટી બસ સેવા શહેરના વિકાસ, સુવિધા અને જનહિત તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.આ સેવા આવનારા દિવસોમાં પાલનપુર શહેરની ઓળખ બનશે તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

પાલનપુરમાં સીટી બસના ઓપનિંગ સમયે જ નિયમો નો ભંગ..

સીટી બસના ચાલકો સીટ બેલ્ટ પહેર્યા વિના જ સીટી બસ ચલાવવાની કરી શરૂઆત..

જાગૃત નાગરિકે સીટ બેલ્ટ વિશે પૂછ્યા પછી ચાલકે પહેર્યો સીટ બેલ્ટ..

પ્રથમ દિવસથી બસના ચાલકોએ RTO ના નિયમનો કર્યો ઉલાળીયો..

નેતાઓની હાજરીમા જ નિયમો નો થયો ઉલાળીયો..

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here