GUJARAT : પેટા-ઓલપાડ મામલતદાર એ.ડી. ચોપડાના હસ્તે અંભેટા ગ્રા.પં.કચેરી ખાતે તાલુકા કક્ષાનાં ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રને સલામી અર્પિત કરાઈ.

0
20
meetarticle

દેશની આઝાદીનાં ૭૭ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઓલપાડ તાલુકાની સરકારી- અર્ધ સરકારી અને તાલુકાની અનેક શાળા-કોલેજોમાં આન-બાન અને શાન સાથે રાષ્ટ્રને સલામી અર્પિત કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ઉજવણી કરાતા ઓલપાડ તાલુકાની જનતા રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાઈ હતી.જયારે ઓલપાડ તાલુકાનાં ગણતંત્ર દિનની ઉજવણી મામલતદાર એચ.ડી. ચોપડાના હસ્તે અંભેટા ગ્રા.પં.કચેરી ખાતે કરવામાં આવી હતી.


આ ઉપરાંત ઓલપાડ તા.પં. કચેરી ખાતે તા.પં.ના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલના હસ્તે, ઓલપાડ કોલેજમાં ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ મંડળીનાં પ્રમુખ અને જિલ્લાનાં સહકારી અગ્રણી મનહરભાઈ કે.પટેલના વરદ્દહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.જયારે ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં શાળાનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પંકજ પટેલનાં હસ્તે તથા સાયણ ટાઉનની વિવિધ સંસ્થાઓ પૈકી ગ્રામ પંચાયત કચેરીમાં ગામની દિકરી ડો.નેન્સી પટેલ,આદર્શનગર પ્રા.શાળામાં ગામની દિકરી યતિ પટેલ તેમજ ટાઉનની ડી.આર.જી.ડી.સાર્વજનિક હાઈસ્કૂલમાં સાયણની મહિલા સરપંચ શ્રીમતી ભાવનાબેન મનિષભાઈ પટેલના વરદ્દહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.આ સિવાય ઓલપાડ પોલીસ મથક, મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરી, નામદાર ઓલપાડ કોર્ટ,ઓલપાડ અને સાયણ જીન કેમ્પસની સહકારી મંડળીઓ તથા સાયણ સુગર ફેક્ટરી પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here