પોરબંદર શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પોરબંદરમાં કેટલાક મેડિકલ સ્ટોરમાં દર્દીઓને ડોક્ટર દ્વારા લખેલ દવા ના પ્રમાણમાં બધું દવાનો જથ્થો આપતા હોવાની રાવ ઉઠતા
આ બાબતે યોગ્ય નિવારણ કરવા ખોરાક અને ઔષધ વિભાગ કરી રજૂઆત
પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના દ્વારા પોરદર જિલ્લા સેવાસદન – ૨ ,સાંદિપની રોડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે આવેલી ખોરાક અને ઔષધી વિભાગની કચેરી ને એક પત્ર પાઠવી રજુઆત કરી છે કે પોરબંદર શહેર આવેલી કેટલીક મેડિકલ સ્ટોર વાળા દર્દીઓ ને લખેલી દવા કરતા વધુ દવા આપતા હોવાની અમારી પાસે આવેલ ફરિયાદ ના કારણે આપનું ધ્યાન દોરવાની ફરજ પડી છે.

પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ રેખાબેન ઓડેદરા એ પોરબંદર ખોરાક અને ઔષધી વિભાગની કચેરી ને લખેલા પત્રમાં જણાવેલ છે કે પોરબંદર ખાતેના દવાખાના ઓ માં દાખલ થયેલા દર્દીઓ ને તપાસી અને સારવાર કરવા માટે ડોકટરો તરફથી જરૂરિયાત મુજબની દવાઓ બહારથી મેડિકલ સ્ટોરમાં લાવવા લખી આપતા હોય છે અને ડોકટરો દ્વારા લખેલી દવાઓ જ્યારે પોરબંદર શહેરમાં આવેલી મેડિકલ સ્ટોરમાં દરદીના સબંધી દવા લેવા જાય છે ત્યારે ડોકટરો દ્વારા લખેલી દવાના જથ્થા કરતા વધારે દવા કેટલીક મેડિકલ સ્ટોરવાળા આપતા હોય છે.અને મેડિકલ સ્ટોર વાળા લેનાર દરદીના સબંધી ને જણાવે છે લખેલી દવાનું જરૂરિયાત વાળું આખું પેકેટ લેવું પડશે. તેમાંથી છૂટી અલગ દવા નહિ મળે! મતલબ કે દર્દી ને જોઈતી કોઈ પણ રોગની જરૂરિયાત દશ ટેબ્લેટ ની છે તો મેડિકલ સ્ટોર વાળા દશ ટેબ્લેટ ગોળીની જગ્યાએ ૨૦ થી ૩૦ નું આખું પેકેટ લેવાની ફરજ પાડે છે.અને દર્દીને જરૂરિયાત કરતાં વધારે દવાનો જથ્થો આપી પોતાની કમાઈ વધુ કરી દર્દીઓના સગા સબંધીને ખોટી રીતે વધુ કમાવામાં મોહમાં ગરીબ લોકોને ધણી વખત જરૂરિયાતની દવા થી વધુ દવા ધાબડી આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકતા હોવાની ફરિયાદ મળેલ છે.
આ બાબતે આપના લેવલે મેડિકલ સ્ટોર વાળા દુકાન સંચાલકોને તાકીદ કરી આવી રીતે વધુ દવા ન આપે અને લોકો ને જરૂરિયાત મુજબ જ અને ડોક્ટર ની લખી આપેલી દવા મુજબ જ દવાઓ આપે તેવી આવેલી ફરિયાદનું આપની કક્ષાએ થી નિવારણ કરવા પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ રેખાબેન ઓડેદરા એ નમ્ર વિનતી સહ પત્રના અંતમાં રજુઆત કરી છે
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

