પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ભરૂચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા મધ્યસ્થ જેલમાં ભરણપોષણના ગુનામાં સજા પામેલો અને જેલમાંથી ફર્લો રજા મેળવી છેલ્લા આઠ મહિનાથી ફરાર (ફર્લો જમ્પ) થયેલો પાકા કામનો કેદી અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે આવેલો છે.

બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે અંકલેશ્વર રાજપીપલા ચોકડી, ઓવરબ્રિજના નીચેના ભાગેથી ફરાર કેદી હારૂન સાજીદભાઈ મુલતાની (રહે. નોબારીયાની હાઇસ્કુલ પાસે, અંકલેશ્વર) ને પકડી પાડ્યો હતો.
આ પાકા કામના કેદી હારૂન મુલતાનીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ સજા માટે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
