GUJARAT : ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં આસો નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

0
60
meetarticle

આપણા ધર્મમાં અનેક તિથીઓનું વિશેષ મહત્ત્વ હોય છે. અનેક તિથીઓ અનેક દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. માતાજીની પૂજા કરવા માટે આઠમની તિથી શ્રેષ્ઠ માનવામાં આવે અને તેમાં પણ જો આઠમ નવરાત્રીની હોય તો તેનું મહત્વ વધારે વધી જાય છે. ત્યારે આસો નવરાત્રીના આઠમા નોરતે નવ દુર્ગાના આઠમાં સ્વરૂપ એવા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે.


નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આઠમા નોરતે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશુળ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં અભય મુદ્રા ધારણ કરી છે. ચોથા હાથથી માતાજી ભક્તો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. માતા સુખ તેમજ સમૃદ્ધિ વધારનારા છે.
ભરૂચના વિવિધ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવન અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતાં.જેમાં ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે સાંજના ૪:૩૦ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી.
ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતાના મંદિરે સવારના ૭:૩૦ કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી, સાંજના ૪ કલાકે હવન કરવામાં આવ્યો હતો, સાંજના ૬ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. સાંજના ૭:૦૦ કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. સાંજના ૭:૩૦ કલાકે નવરાત્રી નિમિત્તે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિરે સવારના ૭ કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી. સાંજના ૪ કલાકે હવન કરવામાં આવ્યો હતો, સાંજના ૭ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હવનમાં શ્રીફળ હોમ્યાં બાદ હવનમાં માતાજીને વસ્ત્રો સમર્પણ કરવામાં આવ્યા હતાં એટલે કે હવનમાં સાડીઓની આહુતી આપવામાં આવી હતી. સાંજના ૭:૩૦ કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહીને માતાજીનું પૂજન, અર્ચન, દર્શન, હવન, આરતી અને પ્રસાદીનો લાભ લઇ, માતાજીના ગરબે ઘૂમી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here