વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભરૂચ વિસ્તારના ચાર નગર (શક્તિનાથ, નર્મદાનગર, ભૃગુનગર અને વેજલપુરનગર) ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.શક્તિનાથ નગર ખાતે સિદ્ધનાથ નગરના ગરબા ગ્રાઉન્ડ પરથી ૨૫૦થી વધુ ગણવેશધારી સ્વયંસેવક બંધુઓ દ્વારા પથ સંચલન યોજાયું હતું, જેનું વિવિધ સોસાયટી અને સમાજો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું.

પ્રકટ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ. ભરત પટેલ (પ્રાંત સંઘચાલક) એ આગામી શતાબ્દી વર્ષમાં ‘પંચ પરિવર્તન’ના વિષયો: સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી પર વિશેષ વાત કરી હતી. મુખ્ય અતિથિ જયેશ પરીખ (મનમૈત્રી સેવા ફાઉન્ડેશન)એ પ્રાણી અને માનવ સેવા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ આમંત્રિતોની હાજરી રહી હતી. સંઘ દ્વારા ડિસેમ્બરમાં ‘ઘર-ઘર સંપર્ક અભિયાન’ અને ફેબ્રુઆરીમાં ‘હિન્દુ સંમેલન’નું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

