GUJARAT : ભરૂચ જિલ્લા જેલમાં એક મહિનાના યોગ કાર્યક્રમનો પ્રારંભ, બંદીવાનોએ ગાંધીજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

0
44
meetarticle

ભરૂચ જિલ્લા જેલ ખાતે ગતરોજ, ૨જી ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, એક મહિના સુધી ચાલનારા યોગ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેતૃત્વ હેઠળ, જેલના બંદીવાનો અને અધિકારી-કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


આ કાર્યક્રમો ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે અને તેનું સંચાલન સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ જ દિવસે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે, જેલ પરિસરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અધિકારીઓ અને બંદીવાનોએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને ગાંધીજીને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here