GUJARAT : ભરૂચ સી-ડિવિઝન પોલીસે ગુમ/ચોરી થયેલો ₹૪.૫૬ લાખનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત આપ્યો

0
41
meetarticle

​ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા ચોરી, ગુમ થયેલા અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો કુલ ₹૪,૫૬,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ અને રોકડ રકમ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવી છે.

​ભરૂચ પોલીસે તપાસના આધારે ​મોબાઈલ ફોન ૮ નંગ, કિંમત ₹૧,૦૩,૦૦૦/-, ​વાહનોમાં એક મારૂતિ સુઝુકી ઇકો ગાડી (કિ. ₹૧,૫૦,૦૦૦/-) અને એક સુઝુકી એક્સેસ સ્કૂટર (કિ. ₹૩૦,૦૦૦/-), ​નાણાંકીય છેતરપિંડીમાં છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને તેમની સંપૂર્ણ રકમ ₹૧,૭૩,૦૦૦/- પરત અપાવવામાં આવી છે.
​ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે તપાસના અંતે આ તમામ કુલ ₹૪,૫૬,૦૦૦/- નો મુદ્દામાલ અને રોકડ રકમ તેના ફરિયાદીઓને પરત આપ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here