૨૮/૦૧/૨૦૨૬ ના રોજ પોસ્ટ ઓફિસ ની દરેક ડિવિઝન ઓફિસ સામે ધરણા કરી આવેદન આપવાના CHQ ના આદેશ અનુસાર રાજકોટ ડિવિઝન ઓફિસ ખાતે ધરણા કરી SSP પોસ્ટ ઓફિસ રાજકોટ ને આવેદન આપવામાં આવ્યું જેમાં GDS ની મુખ્ય માંગણીઓ સ્વિકારવા આવેદનપત્ર આપ્યું માં જેમાં આઠમાં પગાર પંચ માં GDS ને સામેલ કરવા અથવા અલગ થી ઉચ્ચ કક્ષા ની કમિશન ની રચના કરી સુપ્રીમ કોર્ટ ના જજ ને અધ્યક્ષ સ્થાને કરવી GDS સ્ટાફ નું શોષણ પગાર રોકવો નોકરી પર થી છૂટા કરવા, ટ્રાન્સફર કરવી ઓફિસ બંધ કરી દેવી વગેરે ટાર્ગેટ ના નામ પર શોષણ થાય છે તે બંધ કરવું GDS ની પોસ્ટ નાબૂદ કરવી અથવા બીજી જગ્યા એ બ્રાંચ ઓફિસ ગ્રામ્ય વિસ્તાર માં ખસેડવી જેવા મુખ્ય મુદ્દા ઓ હતા. રાજકોટ ડિવિઝન ઓફિસ ખાતે SSP ને GDS સેક્રેટરી બિપિન કુમાર દવે એ આવેદન આપ્યું હતું જેમાં પ્રભાતભાઇ ડાંગર , જેન્તીભાઇ સોરઠિયા ઉપ પ્રમુખ ખોડુભા જાડેજા નવલસિંહ રાઠોડ વિશાલભાઇ ચાવડા જીગ્નેશભાઈ તેરૈયા હાર્દિકભાઈ ત્રિવેદી વગેરે યુનિયન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ માંગણીઓ નું નિરાકરણ ન આવે તો આગામી દિવસો માં ૨૩.૦૨.૨૬ ના રોજ સર્કલ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ રાખવાનો છે નવી દિલ્હી ખાતે ૧૦.૦૩.૨૬ ના રોજ સામૂહિક પ્રદર્શન યોજવાનું છે એમ છતાં પ્રશ્નો વણઉકેલ્યા રહે તો ૧૮.૦૫.૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે ડાક ભવન સમક્ષ અનિશ્ચિત ભૂખ હડતાળ પાડવાની છે. એમ જનરલ સેક્રેટરી શ્રી દિનેશ કુમાર રોય જણાવેલ છે.



