વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમને ઘરફોડ ચોરીના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે.
આરોપી મેવાલાલ ઘીસીલાલ મોહીતે (ઉ.વ. ૩૩) વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને ત્યારથી ફરાર હતો. આ આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે.

વલસાડ LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે આણંદ જિલ્લાના ખંભાત ખાતેથી આરોપી મેવાલાલ મોહીતેને પકડી પાડ્યો હતો.
LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો વધુ તપાસ અર્થે વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

