મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલા તથા ટ્રાફિકશાખાના કર્મચારીઓ દ્વારા “હેલ્મેટ જાગૃતિ અભિયાન” હેતુથી લુણાવાડા ટાઉન વિસ્તારમાં સ્ટેટ હાઈવે રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવતા ટુ વ્હીલર વાહનચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડ કરવાના બદલે તેઓને જિલ્લામાં બનતા ફેટલ વાહન અકસ્માતોમાં આશરે ૭૦ થી ૭૫ ટકા ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ નહીં પહેરવાના કારણે ભોગ બની મૃત્યુ પામતા હોવાની સમજ કરી વાહન ચાલકોને તેમની તથા તેમના પરિવારની સુરક્ષા માટે નિયમિત રીતે હેલ્મેટ પહેરવા તથા ડ્રાઇવિંગ લાયસન્સ વિના, કેફીપીણાની અસર હેઠળ, ઓવરસ્પીડે કે રોંગસાઈડ વાહન નહીં ચલાવવા તેમજ જાહેર રોડ ઉપર ટ્રાફિકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે કોઈ જગ્યાએ વાહન પાર્ક નહીં કરવા સમજ આપી, તેઓને હવે પછી વાહન ચલાવતી વખતે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે તેવી પ્રતિજ્ઞા લેવડાવી, ફુલ આપી શુભેચ્છા પાઠવવામાં આવેલ.

તથા હેલ્મેટ પહેરી ટુવ્હીલર વાહન ચલાવતા વાહનચાલકોને પણ રોકી ટ્રાફિક નિયમોનું સારી રીતે પાલન કરવા બદલ તેમને પણ ફુલ આપી સન્માનિત કરી ભવિષ્યમાં પણ આવી જ રીતે નિયમોનું પાલન કરતા રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.પોલીસની આ સરાહનીય પહેલને પ્રજાજનો દ્વારા ખુબજ બિરદાવીને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન આપેલ હતું.

REPORTER : વીરભદ્ર સિંહ સિસોદીયા લુણાવાડા

