મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન મહીસાગર નાઓએ આપેલા વિશેષ ડ્રાઇવના અનુસંધાને મહીસાગર જિલ્લા SOG ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બે વર્ષથી ગુમ થયેલ એક યુવતીને શોધી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેને તેના પરિવાર સાથે પુનર્મિલિત કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષકના સૂચન મુજબ ગુમશુદાઓની શોધ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન SOG ટીમે તકેદારીપૂર્વક તપાસ કરી, મળેલી માહિતીના આધારે સતત ટ્રેકિંગ કરીને યુવતીને શોધી કાઢી. પરિવારજનોએ પુનર્મિલન સમયે અત્યંત ભાવુકતા અને પોલીસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે ગુમશુદાઓની શોધ માટે ચાલુ અભિયાન હવે વધુ મજબૂત બનાવાશે, જેથી આવી અન્ય કિસ્સાઓમાં પણ ત્વરિત પરિણામ મળી શકે.
REPORTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહિસાગર
