રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડવાના નેમ સાથે મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રસ્તાઓના નવનિર્માણ અને સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, લુણાવાડા તાલુકામાં ૫.૫૦ કિલોમીટર લાંબા ગ્રામ્ય માર્ગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.મહિસાગર માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ નેજા હેઠળ લુણાવાડા તાલુકાના હરધાસપુર – પટ્ટણ – ચંદપુર ગ્રામ્ય માર્ગ પર રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ ૫.૫૦ કિ.મી. લંબાઈ ધરાવતા આ રસ્તાનું નવીનીકરણ કાર્ય ગુણવત્તાના ધોરણો સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.આ નવનિર્મિત ડામર રોડના કારણે હરધાસપુર, પટ્ટણ અને ચંદપુર સહિત આસપાસના ગામોના ગ્રામજનો માટે પરિવહન વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી બનશે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની ગુણવત્તા સુધારીને વિકાસને વેગ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે.
REPOTER : દિલીપભાઈ બારીઆ

