મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન ની સુચના અનુસાર મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ. એસ.બી.ઝાલા નાઓ તેમના પોલીસ સ્ટાફ સાથે લુણાવાડા સંતરામપુર રોડ પર નાઇટ પેટ્રોલિંગમાં લુણાવાડાથી સંતરામપુર તરફ જતા હતા ત્યાંરે લુણાવાડાથી આશરે દસેક કિમી દુર રામ પટેલના મુવાડા પાસે નિર્જન હાઈવે રોડ ઉપર રોડની સાઈડમાં એક બલેનો કાર બંધ હાલતમાં પડેલી જોતા પોલીસે શંકા આધારે તે કાર પાસે જઈ ચેક કરતા તેમાં એક દંપતી ૧૪ માસના એક નાના બાળક સાથે ગભરાયેલ હાલતમાં કારમાં બેઠેલા મળેલ.

જેથી પોલીસે તેઓને સાંત્વના આપી આ સૂમસામ જગ્યાએ આટલી મોડી રાતના કેમ બેઠેલ છો તે બાબતે પૂછતા તે ઈસમે પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા ઉં.વર્ષ ૩૫ રહે.ગામ- ભંડોઈ, રામદેવ ફળિયું તા. મોરવાહડફ જી. પંચમહાલ ના હોવાનું અને તેમની સાથે તેમના પત્ની જશુમતીબેન ઉં.વ.૨૫ તથા દીકરો વિયાન્સ ઉં.૧૪ માસનો હોવાનું જણાવેલ.
અને આજે પોતે અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં જરૂરી કામથી ગયેલ અને બાદ અમદાવાદથી પરત પોતાના ગામ ભંડોઈ જતા હતા તે વખતે અહીં પોતાની કારમાં પેટ્રોલ ખૂટી જતા બંધ પડી ગયેલ.અને પોતે થોડો વખત રોડ ઉપર ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોને મદદ માટે ઊભા રાખવા પ્રયત્ન કરેલ પરંતુ કોઈ વાહન ઉભું રહેલ નહીં.અને પોતાની પાસે મોબાઈલમાં ડિજિટલ નાણાં હતા પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયેલ હોઈ અને પોતાની પાસે બિલકુલ રોકડ રકમ નહી હોય હવે પેટ્રોલ કેવી રીતે પૂરાવવું અને પત્ની અને નાના બાળકને મૂકીને કેવી રીતે જવું તેની ચિંતામાં બીજું કઈ નહીં સૂઝતા પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસી રહેલ હોવાનું જણાવેલ.

જેથી પીએસઆઈ ઝાલાએ આ જગ્યા સૂમસામ હોય પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમની સાથેના ASI મહેન્દ્રભાઈ નાઓને તેઓની બલેનો કાર નંબર GJ 17 BN 6218 પાસે સુરક્ષા માટે મૂકી, આ જગ્યાએથી આશરે ૧૦ કીમી દૂર ગોધર ગામ ખાતે આવેલ પેટ્રોલપંપ ઉપર સરકારી ગાડીમાં જઈ ત્યાંથી પેટ્રોલ લાવી આપી કારમાં નાખી આપેલ.અને આ કાર પેટ્રોલ પૂરું થઈ જવાના કારણે એર લઈ ગયેલ હોઈ, પીએસઆઈ શ્રી ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસોએ ધક્કો મારી કાર ચાલુ કરી આપી આ મુશ્કેલીમાં મુકાયેલ પરિવારને સુખરૂપ તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરેલ છે.
પોતાના પર આવી પડેલ અણધારી મુસીબતના સમયમાં પોલીસ દ્વારા મળેલ ત્વરિત મદદ બદલ પરિવારના સભ્યોએ મહીસાગર પોલીસનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરેલ હતો.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા

