GUJARAT : મુંબઈથી ધરપકડ: ભીલાડ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ૪ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને વલસાડ SOG એ પકડ્યો

0
44
meetarticle

વલસાડ એસ.ઓ.જી. (SOG) ની ટીમે સંયુક્ત બાતમીના આધારે એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશનમાં ભીલાડ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને મુંબઈ, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.


પકડાયેલ આરોપીનું નામ જાવેદ ઉર્ફે જાબીર આમીરઉલ્લા ખાન (ઉં.વ. ૩૫) છે, જે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. SOG એ આરોપીની મુંબઈના શિવાજીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
વલસાડ SOG એ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here