GUJARAT : રંગોના પર્વ હોળીમાં શું પહેરવું -શું ના પહેરવું મુંઝવણમાં છો? તો કામ લાગશે આ ટ્રેન્ડી ટીપ્સ

0
27
meetarticle

હોળી તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. રંગોથી રંગાઈ જવાનો તહેવાર એટલે હોળી. આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરાય છે. હોળીમાં સુંદર આકર્ષક કપડાં ભલે પહેર્યા હોય પરંતુ જયાં સુધી તેના પર રંગના છાંટા ના પડે ત્યાં સુધી આ તહેવારની ઉજવણી ફિક્કી પડે છે. હોળીમાં રંગો રંગોથી રમતી વખતે લોકો મૂંઝવણમાં મુકાય છે કે આખરે નવા કપડાં પહેરવા કે પછી જૂના. હોળી પાર્ટી માટે અથવા હોળી ઉજવણી માટે સ્ટાઇલિશ દેખાવા પોતાના પોશાકની પસંદગીમાં રાખો આ સાવચેતી.

ટ્રેન્ડમાં સફેદ કપડાં છે
આ તહેવાર રંગો, મોજ-મસ્તી અને પાણીનો છે. તહેવારની ઉજવણીમાં યુવતીઓ આકર્ષક દેખાવા મોર્ડન કપડા પહેરે છે. પરંતુ હોળીના તહેવારની મસ્તીમાં તેમને કયારેક uncomfortableનો સામનો કરવો પડે છે. એટલે તમારે આ તહેવારમાં એવો પોશાક પહેરવો જોઈએ જે સ્ટાઈલિશ પણ લાગે અને આરામદાયક પણ હોય. સામાન્ય રીતે હોળીમાં સફેદ રંગ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. કારણ કે સફેદ કપડાં પર જ્યારે અલગ-અલગ રંગો લાગે છે, ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે. આ ટ્રેન્ડ ફિલ્મોથી આવ્યો છે. મોટાભાગની ફિલ્મો અને આજકાલ સીરીયલમાં પણ હોળી તહેવાર પર લોકો વ્હાઈટ કપડામાં દેખાય છે. યાદ રાખો કે હોળી રમતા પહેલા ત્વચા પર તેલ અથવા સનસ્ક્રીન જરૂર લગાવો, જેથી રંગો સરળતાથી નીકળી જાય.

હોળીમાં કયો પોશાક પહેરવો, જાણો
હોળીના રંગો વચ્ચે અસ્વસ્થતા ટાળવા મારે યોગ્ય કપડાં અને ફૂટવેર કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ. આ તહેવારમાં Boys સફેદ કોટનનો કુર્તો અને પાયજામો અથવા જીન્સ આઉટફિટ ટ્રાય કરી શકે છે. જયારે Girlsફેદ કુર્તી સાથે લેગિંગ્સ અથવા સફેદ ચિકનકારી કુર્તો અને પલાઝાને આઉટફિટમાં સ્થાન આપી શકે છે. હોળી તહેવાર એવા સમયે આવે છે જયારે હવામાનમાં આપણે બેવડીઋતુનો અનુભવ કરીએ છીએ. આ તહેવારના પોશાકમાં કોટન શ્રેષ્ઠ છે કારણ કે તે હલકું હોય છે અને ભીના થયા પછી જલ્દી સુકાઈ જાય છે. જયારે ફેશન માટે પહેરાતા નાયલોન કે સિન્થેટિક કાપડ પહેરી હોળી રમવાથી તે ભીના થવાથી ત્વચા પર ખંજવાળ થવાની શકયતા રહે છે. જો તમારે પાણીથી વધુ રમવું હોય, તો જૂના ટી-શર્ટ અને આરામદાયક લોઅર કે શોર્ટ્સ પહેરી શકો છો.પાર્ટીમાં જવા માટે ટ્રાય કરો આ ટીપ્સ
જો તમે કોઈ પાર્ટીમાં જવાના હોવ તો તમારી મનપસંદ ડિઝાઇન પસંદ કરવી મહત્વપૂર્ણ છે, તેમ તમારા પોશાકના ફેબ્રિકને ધ્યાનમાં લેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કૃત્રિમ કાપડ એકવાર ભીના થઈ ગયા પછી ઝડપથી સુકાતા નથી અને હોળીની ઉજવણી દરમિયાન તમને અસ્વસ્થતા અનુભવી શકે છે. ભારે પોશાકના બદલે તમે હળવા વજનના ફેબ્રિકથી બનેલો મોટા કદનો શર્ટ પહેરી શકો છો, અને જો સૂટ પહેરવાના હોવ તો તેની સાથે કોટન સ્ટોલ સારો વિચાર છે, જેને તમે તમારા ગળામાં લપેટી શકો છો. હોળી તહેવારની ઉજવણીમાં મેકઅપ જરૂરી નથી. તો એવા ફૂટવેર પસંદ કરવા જોઈએ જે મજબૂત અને આરામદાયક હોય. ફ્લિપ-ફ્લોપ શ્રેષ્ઠ છે. આ લપસી પડતા નથી અને ભીના થવા પર અસ્વસ્થતા લાવતા નથી. ત્વચાની સુરક્ષા માટે આખી બાયના કપડાં પહેરો અને આંખની સુરક્ષા માટે સનગ્લાસ પહેરો.

આ પોશાક ના પહેરવો
હોળી તહેવારની ઉજવણીમાં કયારેય મોંઘા કે રેશમી કપડાંના પહેરવા જોઈએ. કપડા પર રંગોના ડાઘ રહી જાય છે તે ક્યારેય જતા નથી. લાઈટ વેઈટના જીન્સ પહેરવા. તહેવારમાં પાણીથી રમ્યા બાદ વજન વધુ લાગે છે એટલે હેવી જીન્સ પહેરવાથી તમને ભાર લાગશે. આ મોજમસ્તીનો તહેવાર છે એટલે હાઈ પગમાં હાઈ હીલ્સ પહેરવાનું ટાળો. કારણ કે આમતેમ દોડતાં હાઈહિલ્સથી લપસવાની પૂરી શક્યતા છે. સ્ટાઈલ અને ફેશનેબલ દેખાવા ટાઈટ અને પારદર્શક કપડાં પહેરવાનું ટાળો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here