વાલિયા તાલુકામાં રખડતા પશુઓની સમસ્યા ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. વાલિયા APMC (એપીએમસી) સામે રસ્તા પર અચાનક આવી ગયેલા રખડતા પશુ સાથે બાઇક ધડાકાભેર ભટકાતા ડુંગરી ગામના એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડુંગરી ગામના રહેવાસી કિરીટ વસાવા બાઇક પર વાલિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાલિયા પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
