રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે સમગ્ર કોંગ્રેસ પરિવાર નતમસ્તકે વંદન કરે છે ગાંધી વ્યક્તિ નહિ વિચાર છે અને ગાંધી અતીત નહિ ભવિષ્ય પણ છે જે લોકો ભાગલાવાદી વિચારધારામાં માનવા વાળા હતા જે લોકો દેશમાં કોમી એકતા ભાઈચારો અને સદભાવનાની વિચારધારાની વિરુદ્ધમાં માનસિકતા ધરાવતા હતા એ વિચારધારાએ ગાંધીને ગોળી મારી અને આપણી પાસેથી મહામુલા માનવને છીનવી લીધા

આજે 21 મી સદીના આઝાદ ભારતમાં દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય દેશમાં લોકોના જે હક્ક અધિકારો છીનવાઈ રહ્યા છે દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલી રહી છે દેશમાં જે તાનાશાહી ચાલી રહી એની સામે પણ ગાંધી વિચારધારાને વરેલા યુવાન દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી લડી રહ્યા છે ત્યારે આજે પણ એ વિચારધારાના વિરોધીઓ છે આજે પણ એવા લોકો છે કે જે ગાંધી વિચારને ખતમ કરવા માંગે છે સત્ય, પ્રેમ, એકતા ભાઈચારાની વિચારધારાને ખતમ કરવા માંગે છે દેશના કોમીએકતાના વાતાવરણને ખતમ કરવા માંગે છે
અને જે રીતે મહાત્મા ગાંધીજીને ગોળી મારવામાં આવી એ જ રીતે આજે રાહુલ ગાંધીજીને છાતી પર ગોળી મારવાની ધમકી આપવામાં આવે છે એ ધમકીઓ આપવાવાળા લોકોને અને એમની પાછળના વિચારધારાના લોકોને કહેવા માંગીએ છીએ કે જેમ મહાત્મા ગાંધીએ આ દેશ માટે સર્વસ્વ બલિદાન કરીને ગયા પણ વિચારધારાને જીવિત રાખીને ગયા એ વિચારધારાના વાહક દેશના એક એક લોકોના દિલમાં જેનું સ્થાન છે એવા રાહુલ ગાંધી એકલા નથી આખા દેશના કરોડો લોકો એમની સાથે છે આખી દુનિયાના કરોડો લોકો જે આ વિચારધારામાં માને છે સમર્થન આપે છે એ લોકો રાહુલ ગાંધી સાથે છે એટલે તમારા મનમાં જે ખોટા વિચાર હોય કે એમની છાતી પર ગોળી મારીશું પણ તમે ગાંધીની વિચારધારાને ખતમ નથી કરી શક્યા અને આ તમારા મનસૂબાને ક્યારેય સફળતા મળવાની નથી આ વિચારધારા માટે દેશના લોકોના સંવિધાનના અધિકારોની રક્ષા માટે દેશની લોકશાહીની રક્ષા માટે અમે રાહુલજી સાથે સાથે છીએ લડીશું અને જીતુશું

