GUJARAT : વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

0
39
meetarticle

સાયલાના વખતપરની હોટલમાંથી ચોરી-કપટથી સંગ્રહ કરેલો ડીઝલનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે હોટલના શૌચાલયમાંથી રૂ,૨૩,૪૦૦ની કિંમતનું ૨૬૦ લિટર ડીઝલ કબજે કરી હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


સાયલા તાલુકાના વખતપર ગામના બોર્ડ પાસે આવેલી રવિરાજ હોટલનો સંચાલક અમિત બિરેન્દ્ર મંડલ (રહે. સાયલા) અન્ય વાહનોમાંથી ચોરી કે અન્ય કોઇ રીતે ડીઝલ કાઢી ગેરકાયદે રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમીના આધારે સાયલા પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન, હોટલના ગ્રાઉન્ડમાં આવેલા શૌચાલયમાંથી પોલીસે સંગ્રહ કરેલો ૨૬૦ લિટર ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો, જેની કિંમત રૂ. ૨૩,૪૦૦ થાય છે. આ ઉપરાંત, પોલીસે બે કેન, એક માપિયું અને બે નળીઓ સહિત કુલ રૂ.૨૩,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. પોલીસે હોટલ સંચાલક અમિત મંડલને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ હાઇવે પરની હોટલમાંથી અગાઉ અનેકવાર વાહનો અને ડીઝલ-પેટ્રોલના ટેન્કર (ટાંકા)માંથી આયોજનપૂર્વક ડીઝલ ચોરી કરી નીચા ભાવે અન્ય વાહનોને વેચવાનું રેકેટ ઝડપાઇ ચુક્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here