GUJARAT : વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો

0
17
meetarticle

વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નં. ૫૯૦૦ પર સ્થિત મે.ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પેઢીના માલિક અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા.

આ ​તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાયું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં ‘જૈનમ’ બ્રાન્ડનું ૧ લિટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સુર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો (Adulterants) પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા. આ પેઢી ‘જૈનમ’ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા-જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું.

પ્રતિનિધિ દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here