GUJARAT : વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનના ઇગ્લિશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

0
96
meetarticle

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ.…….…. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૯ ૨૫૦૧૪૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫-એ-ઇ,૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી છોટાઉદેપુર પાવર હાઉસ ખાતે ઉભેલ છે

અને તેણે બદનમાં ઝામ્બુડીયા કલરનું આખી બાઇનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ જે બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પાવર હાઉસ ઉપર જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ રશનભાઇ જયેશભાઇ રાઠવા ઉ.વ.૨૫ રહે.ઝુલવાણીયા નિશાળ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ સદરીની અંગ ઝડતી કરતા તેના ખીસ્સામાંથી એક સિલ્વર કલરનો રિયલમી કંપનીનો ટચસ્ક્રીન મોબાઇલ ફોન મળી આવેલ જેનો સિમ નંબર ૮૭૯૯૪૪૩૮૮૨ નો છે જેની કિંમત રૂ.૫,૦૦૦/- ગણી શકાય સદરીને પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે પાંચ માસ પહેલા તેમના મિત્રો રાહુલભાઇ જેઠવા તથા રાકેશભાઇ મકવાણા નાઓ તેમના કબ્જાની અર્ટીગા ગાડીમાં ઇગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે વડોદરા શહેરમાં પકડાઇ ગયેલ તેમાં તેમનું નામ ખુલેલે હતું તેમજ તેઓ આ ગુનો કરવામાં સામેલ હોવાથી ઘરે હાજર રહેતો ન હતો અને પોલીસ અવાર નવાર ઘરે તપાસ માટે આવતી હોય જેથી કાઠીયાવાડ બાજુ મજુરીએ જતો રહેલ હતો અને આ ગુનો કર્યા બાદ પોલીસ પકડથી દુર રહેલ અને આજ રોજ તેઓ છોટાઉદેપુર આવેલ હતો અને છોટાઉદેપુર પાવર હાઉસ પાસે ઉભો હતો તે દરમ્યાન પકડેલ છે અને પુછ-પરછમા તેણે ગુનાઓ કરેલાની કબુલાત કરતા BNS ૨૦૨૩ની કલમ-૪૧ (૧) જે મુજબ અટકાયત કરેલ છે.

રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here