GUJARAT : વડોદરા હાઇવેના એક પેટ્રોલપંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 કલાકમાં ખાલી થઇ ગયું

0
23
meetarticle

વડોદરાના એેક પેટ્રોલપંપના સંચાલકે કહ્યું હતું કે,અમારે ત્યાં પહેલી વાર બે કલાકમાં આખું ટેન્કર ખાલી થઇ ગયું હતું.

તરસાલી હાઇવે પાસેના પેટ્રોલ પંપના સંચાલકે કહ્યું હતું કે,સામાન્ય રીતે અમારે ત્યાં ૧૨૦૦૦ લીટર પેટ્રોલનું એક ટેન્કર ચારથી પાંચ દિવસ ચાલતું હોય છે.

પરંતુ ગઇકાલે જે રીતે લોકોએ પડાપડી કરી અને મોટાભાગના વાહનચાલકો ટાંકી ફુલ કરવાનો આગ્રહ રાખતા હોવાથી માત્ર બે જ કલાકમાં ટેન્કરનું પેટ્રોલ ખલાસ થઇ ગયું હતું.ત્યારપછી  પણ લોકો ખસવા તૈયાર નહતા અને લાઇટો પણ બંધ કરવા દેતા નહતા.જેથી કપૂરાઇ પોલીસને બોલાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here