GUJARAT : વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા -ફરતા આરોપીને દબોચ્યો

0
39
meetarticle

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને તેના રહેણાંક વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


​વિગત મુજબ, વલસાડ સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂબંધીના ગુનામાં સંડોવાયેલ અને નાસતો-ફરતો આરોપી નિરવ શૈલેષભાઈ પટેલ (રહે. ૪૦૮, ભીનાર ફળીયા, કુંડી, જી. વલસાડ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. આ હકીકતના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે જાળ બિછાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ગુનાની આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here