વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ધરમપુર અને નવસારીના ખેરગામ પોલીસ મથકે નોંધાયેલા દારૂના બે ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી સિકંદર લાલમહંમદ શેખને LCB એ બાતમીના આધારે નાનાપોંઢા ખાતેથી દબોચી લીધો છે.

વિગત મુજબ, આરોપી સિકંદર શેખ (રહે. મસ્જિદ ફળિયા, નાનાપોંઢા) વિરુદ્ધ ધરમપુર અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા, પરંતુ તે પોતાની ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હતો. વલસાડ LCB ની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે નાનાપોંઢા ખાતે છાપો મારી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ અર્થે તેનો કબજો ધરમપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

