વાગરા પોલીસે તાલુકાના વહિયાલ ગામે તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો હતો.પોલીસે પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ સહિત કુલ ₹10,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં ઉસ્માન મહંમદ પટેલ, શાહનવાઝ અબ્દુલ ભટ્ટી (બંને રહે. વસ્તી ખંડાલી), અરવિંદ મનુ રાઠોડ (રહે. વહિયાલ) અને મુકેશ ભઈલાલ વસાવા (રહે. ઓછણ)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

