GUJARAT : વાગરામાં પાક્કો ગુજરાતના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, વિલાયત-ડેરોલ રોડ પર પાણીનો છંટકાવ શરૂ

0
39
meetarticle

વાગરા તાલુકાના વિલાયત-ડેરોલ મુખ્ય માર્ગ પર ધૂળ અને પ્રદૂષણની ગંભીર સમસ્યા અંગે સુપ્રસિદ્ધ અખબાર પાક્કો ગુજરાતમાં અહેવાલ પ્રકાશિત થતાં જ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી છે. વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળથી પરેશાન રહેતા આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકોને રાહત આપવા માટે તાત્કાલિક માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.


આ માર્ગ પર ભારે વાહનોને કારણે સર્જાતી ધૂળની સમસ્યાથી શ્વાસ સંબંધી રોગોનું જોખમ વધી રહ્યું હતું. તંત્ર દ્વારા લેવાયેલા આ તાત્કાલિક પગલાથી હાલ પૂરતી ધૂળની સમસ્યામાં રાહત મળી છે. જોકે, સ્થાનિકોએ આ કામચલાઉ નહીં પણ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. પાક્કો ગુજરાતના અહેવાલ પર તંત્રની સક્રિયતા બદલ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here