વાવ-થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ અને ચોંકાવનારું રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે. Bharatiya Janata Party (ભાજપ) દ્વારા વાવ-થરાદ જિલ્લા પ્રમુખ તરીકે નરેશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત સાથે જ જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે અને કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા નરેશ ઠાકોરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા, ગામડાં સુધી સંગઠનનો વ્યાપ વધારવા અને આવનારા ચૂંટણી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂંક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
નવા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે પક્ષના કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પક્ષ દ્વારા સોંપાયેલ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશે અને વાવ-થરાદ જિલ્લામાં સંગઠનને વધુ સશક્ત બનાવશે.
જિલ્લા ભાજપ સંગઠનમાં આ બદલાવને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
REPOTER : દશરથભાઇ ઠાકોર વાવ થરાદ…

