GUJARAT : સંયુક્ત ચૂંટણી અધિકારી શ્રી દેવાયત ભમ્મર દ્વારા લુણાવાડા ખાતે EVM/VVPAT વેરહાઉસનું નિરીક્ષણ કર્યું

0
14
meetarticle

ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર મહીસાગર જિલ્લામાં EVM અને VVPAT મશીનોની સુરક્ષા અને જાળવણી સંદર્ભે મહત્વપૂર્ણ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. લુણાવાડા સ્થિત જિલ્લા સેવા સદન કેમ્પસમાં નવનિર્મિત ડેડીકેટેડ વેરહાઉસ ખાતે માસિક બાહ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ચૂંટણી અધિકારી શ્રી દેવાયત ભમ્મર તથા મહીસાગર કલેક્ટર અર્પિત સાગર દ્વારા વેરહાઉસની સુરક્ષા વ્યવસ્થા, સીલ અને આંતરિક માળખાકીય સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

આ નિરીક્ષણ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ. મનાત, નાયબ મામલતદાર એ.આર. દિક્ષિત સહિત ચૂંટણી શાખાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

REPOTER: વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here