નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ની પ્રધાનમંત્રી ને રજુવાત બાય ઇમેઇલ આ રજુવાત સંસ્થા પ્રમુખ કમેલશભાઈ પાટડીયા અને મહેન્દ્ર આયલાણી દ્વારા કરવામાં આવી આપણે સૌ જાણીએ છીએ હાલ માં સરકારે હેલ્મેટ ના કાયદાની કડક અમલવારી મૂકી છે જેના કારણે લોકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેનો લોકો વિરોધ કરી રહ્યા છે વડા પ્રધાન આપ શ્રી ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ની નમ્ર અરજ છે કે શહેર માં હેલ્મેટ નો કાયદો નાબૂદ થવો જોઈએ કારણે શહેર માં લોકો 40 થી 50 સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હોઈ જેના કારણે અકસ્માત થવાની સંભાવના ઓછી હોય જેમ કે હાઇવે ઉપર હેલ્મેટ ની ખાસ જરૂર હોય છે કારણ કે ત્યાં લોકો 80 થી 100 ની સ્પીડ થી ગાડી ચલાવતા હોઈ છે અને બીજું શહેરમાં હેલ્મેટ થી લોકો બેચેની અને જીવ મુંજાવવા જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે જેના કારણે આપ સાહેબશ્રી ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન નમ્ર અરજ કરે છે કે શહેરમાં થી હેલ્મેટ નો કાયદો નાબૂદ થવો જોઈએ.


