ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ના અંતર્ગત, સિદ્ધપુર નગરપાલિકાને તેના પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખી “ખાસ કિસ્સા” હેઠળ “બ”-વર્ગમાંથી “અ”-વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

માનનીય કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના આગ્રહસભર પ્રયત્નો અને ભલામણને અનુસરીને, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણયને મંજુરી આપતા સિદ્ધપુરના સર્વાંગી વિકાસ માટે નવા માર્ગ ખુલ્યા છે.
ગ્રાન્ટમાં વધારો
સિદ્ધપુર નગરપાલિકાને “અ”-વર્ગમાં વર્ગીકૃત કરાતા દર વર્ષે વિવિધ યોજનાઓ અંતર્ગત મળનારી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો થશે:
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : ₹૯ કરોડની જગ્યાએ ₹૧૨ કરોડ
આગવી ઓળખના ઘટકના કામ : ₹૮ કરોડની જગ્યાએ ₹૧૦ કરોડ
નવિન નગર સેવા સદન : ₹૫ કરોડની જગ્યાએ ₹૬ કરોડ
આઉટગ્રોથ વિસ્તાર વિકાસ : ₹૬ કરોડની જગ્યાએ ₹૮ કરોડ
હયાત નગર સેવા સદન મરામત : ₹૧.૨૫ કરોડની જગ્યાએ ₹૧.૫૦ કરોડ
સ્વચ્છ શહેર, સુંદર શહેર યોજના : ₹૧ કરોડની જગ્યાએ ₹૧.૨૫ કરોડ
મુખ્યમંત્રી શહેરી સડક યોજના (રોડ રીસરફેસિંગ) : ₹૮૦ લાખની જગ્યાએ ₹૧ કરોડ
નિર્મળ ગુજરાત ૧.૦ : ₹૭૫ લાખની જગ્યાએ ₹૧ કરોડ
નિર્મળ ગુજરાત ૨.૦ : ₹૨ કરોડની જગ્યાએ ₹૩ કરોડ
આ પ્રમાણે સિદ્ધપુર નગરપાલિકાને દર વર્ષે કુલ ₹૨૭.૫૫ કરોડની જગ્યાએ આશરે ₹૩૬.૨૫ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે, એટલે કે અંદાજે ₹૮.૭૦ કરોડ જેટલી વધારાની સહાયતા મળશે.
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રીમતી અનિતાબેન એમ. પટેલ, ઉપપ્રમુખશ્રી શ્રીમતી સોનલબેન એન. ઠાકર, કારોબારી ચેરમેનશ્રી શ્રી રશ્મિનભાઈ દવે તેમજ તમામ ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓએ શહેરના સર્વાંગી વિકાસ માટે મંજૂરી બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર શહેરમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ છે

