GUJARAT : સુનેવ કલ્લાંમાં હરસિદ્ધિ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ ધામધૂમથી સંપન્ન: વસંત પંચમીએ યજ્ઞ-હવન અને ધ્વજારોહણ સાથે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું

0
22
meetarticle

હાંસોટ તાલુકાના સુનેવ કલ્લાં ગામ સ્થિત હરસિદ્ધિ માતાજીના મંદિરે છઠ્ઠો વાર્ષિક મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. રાયમાના અનિલ મહારાજ અને અમરોલીના રાજીવ પંડ્યાના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યોજાયેલા હોમ-હવન અને યજ્ઞમાં ૮ દંપતીઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ બાદ વિધિવત ધ્વજારોહણ અને માતાજીની વિશેષ આરતી-પૂજા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


આ મહોત્સવમાં સ્થાનિક ગ્રામજનો સહિત સુરત, કોસંબા, અંકલેશ્વર, વડોદરા અને છેક મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here