GUJARAT : સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન

0
16
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા રણમાં મીંઠુ પકવતા અગરીયાઓના પાટા ધોવાયા છે અને રણ જાણે દરીયો હોય તેમ બેટમાં ફેરવાયુ છે અને મીઠુ પકવતા ગરીબ અગરીયાઓની મહેનત પર પાણી ફરી વળતા મીઠુ પકવતા ખેડૂત અગરીયાઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે.  પંદર વર્ષથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેને લઇ અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનજરૂરી વ્યય અટકાવવામાં આવે અને રણમાં પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અગરિયાઓમાં માંગ ઉઠી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી નર્મદાની કેનાલો અગરિયાઓ માટે આફત બની છે. કચ્છનું નાનુ રણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ પથરાયેલુ છે. રણમાં અગરીયાઓ કાળી મજૂરી કરી મીઠુ પકવતા હોય છે એક અંદાજ મુજબ દેશની કુલ ખપતનું ૪૦ ટકા મીઠુ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં પકવવામાં આવે છે. અગરીયાઓ ઠંડી, કે ૫૦ ડીગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડામા રહી અને મીઠુ પકવતા હોય છે પરંતુ સરકારની અણ આવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરીયાઓને છેલ્લા ૧૫ વર્ષથી બનવુ પડે છે.

ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા, સહિતના અંદાજે પાંચ હજાર અગરીયાઓ રણમાં પાટા ભરી મીઠાની ખેતી કરે છે. ખેડૂતોને સિંચાઈ માટે જોઈતું પાણી આપ્યા બાદ, વધારાનું કિંમતી પાણી નર્મદા વિભાગ દ્વારા રણ વિસ્તારમાં ઠલવાતા ૫૦ કિલોમીટર સુધીનો રણ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. 

છેલ્લા ૧૫ વર્ષથી અગરિયાઓ સરકાર અને ધારાસભ્યોને રજૂઆત કરી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના પાપે રણમાં પાણી ભરાતા ૪૫૦થી વધુ અગરિયાઓના મીઠાના પાટાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અને માલ સામાન બચાવવા માટે અગરિયાઓએ રેતીના પાળા કરવા મજબૂર બનવું પડયું છે. અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેહગામાના જણાવ્યા મુજબ, રણમાં પાણી ભરાવાને કારણે માત્ર ઉત્પાદનને જ નહીં, પરંતુ પરિવહનને પણ ગંભીર અસર પહોંચશે. જ્યારે મીઠું પાકશે ત્યારે રણના રસ્તાઓ બંધ હોવાને કારણે ટ્રકોને અન્ય લાંબા રૂટ પરથી બહાર કાઢવી પડશે, જેનાથી મજૂરી અને ખર્ચમાં તોતિંગ વધારો થશે. 

પાટામાં મીઠું પાણી ભળતા મીઠાની ગુણવત્તા પર અસર

મીઠા પાણીના સંપર્કમાં આવતા મીઠાની ચમક અને ક્વોલિટી જતી રહે છે, જેના કારણે બજારમાં પૂરતા ભાવ મળતા નથી. મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જસની તસ છે. અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે કિંમતી પાણીનો આ રીતે બિનજરૂરી વ્યય અટકાવવામાં આવે અને રણમાં પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરી હજારો અગરિયાઓની રોજીરોટી બચાવવામાં આવે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here