વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ (IPC/BNS કલમો મુજબ) ના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે, ડુંગરા પો.સ્ટે.ના ગુનામાં ફરાર આરોપી અમીરૂદ્દીન S/O નઈમ ખાન (ઉં.વ. ૪૮, રહે. હાલ વાપી, મૂળ યુપી) ને મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી અમીરૂદ્દીન ખાન અને તેના બે સાગરીતોએ ગત તા. ૨૩/૧૦/૨૦૨૫ ના રોજ વાપીના છીરી મહાદેવ નગર વિસ્તારમાં ફરિયાદીની મોટરસાયકલને લાત મારી નીચે પાડી દઈ, ઝઘડો કર્યો હતો અને લોખંડના સળિયા વડે હુમલો કરી માર મારી નાસી ગયા હતા.
LCB દ્વારા પકડાયેલા આરોપી અમીરૂદ્દીન ખાનનો કબજો વધુ તપાસ અર્થે ડુંગરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

