GUJARAT : હાંસોટના કુદાદરામાં મંદિર ફળિયામાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબ્રાનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો

0
46
meetarticle

હાંસોટ તાલુકાના કુદાદરા ગામમાં મંદિર ફળિયાના વિસ્તારમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ્ડ કોબ્રા (Spectacled Cobra) જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
​ગ્રામજનો દ્વારા તાત્કાલિક જીવદયા પ્રેમી અર્જુન પટેલને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ અર્જુન પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા પગલાં સાથે કોબ્રાને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના કુશળતાપૂર્વક કાબૂમાં લીધો હતો.


​સફળ રેસ્ક્યુ બાદ કોબ્રાને તેની પ્રાકૃતિક વસાહત (જંગલ) માં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. અર્જુન પટેલના આ સમયસરના પ્રયાસોને કારણે ગામમાં સંભવિત ખતરો ટળી ગયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here