GUJARAT : હેરાનગરની વાઘજીપુર ચોકડી પાસે અર્ટીકાકારમા આગ લાગતા બળીને ખાખ,ચાર મુસાફરોનો આબાદ બચાવ

0
71
meetarticle

શહેરા,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના શહેરાનગરના વાઘજીપુર ચોકડી પાસે મોડાસાથી ગોધરા તરફ જઈ રહેલી અર્ટીકાકારમા અચાનક આગ લાગી હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયરવિભાગને જાણ કરવામા આવી હતી. અને ફાયરવિભાગ દ્વારા પાણીનો મારો ચલાવામા આવ્યો હતો. કારમાં બેઠેલા ડ્રાઈવર સહિત ચાર મુસાફરો સમયસુચકતાથી નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.કાર સળગીને ખાખ થઈ ગઈ હતી.


પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા શનિવારે મોડી રાતે અર્ટીકાકારમાં આગ લાગવાની ઘટના બની હતી. મોડાસાથી ગોધરા તરફ જઈ રહેલી અર્ટીકાકારમાં ડ્રાઈવર સહિત ચાર મુસાફરો સવાર હતા,શહેરાના વાઘજીપુર ચોકડી પાસે આવતા તેમની કારમા ધુમાડો દેખાતા તેઓ કારની બહાર નીકળી ગયા હતા,જોતજોતામા કારમા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા શહેરાનગર પાલિકાના ફાયરવિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ગાડી આવીને પાણીનો મારો ચલાવાયો હતો.અને આગ પર કાબુ મેળવાયો હતો. જોકે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.બનાવને લઈને ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાના કોઈ જાનહાની થવા પામી નહોતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here