GUJARAT : ₹૪૪ લાખનો દારૂનો જથ્થો: SMC એ વેરાવળના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી ૧૯,૩૭૫ બોટલો સાથે ૪૧ લાખના ૪ વાહનો જપ્ત કર્યા, ૩ આરોપી પકડાયા

0
70
meetarticle

​ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પ્રોહિબિશન કાયદા હેઠળ વેરાવળના હુડકો સોસાયટી નજીકના ખુલ્લા પ્લોટમાંથી કુલ ₹૮૫,૬૧,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


​ સ્થળ પરથી દમણ, નાસિક અને યુપીની બનાવટની વિવિધ બ્રાન્ડની ૧૯,૩૭૫ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૪૪,૨૩,૨૨૦/- અંદાજવામાં આવી છે.
​ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ટેન્કર ટ્રક અને પિકઅપ વાન સહિત કુલ ૪ વાહનો (કિં. રૂ. ૪૧ લાખ) જપ્ત કરવામાં આવ્યા છે.
​ પોલીસે મુખ્ય આરોપી રેનીશ કાસમભાઈ કોટડિયા (રહે. વેરાવળ) સહિત કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે.
​ આ કેસમાં દારૂનો સપ્લાયર, વાહનના ડ્રાઈવર/માલિકો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રવિ ભરવાડ અને બહાદુર બાબરીયા સહિત ૧૧થી વધુ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.
​SMC ના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટની ટીમે આ સફળ રેડ કરીને ત્રણેય આરોપીઓને વધુ કાર્યવાહી માટે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here