અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલી આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન દ્વારા ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે પરંપરાગત રીતે ભગવાન સ્વામિનારાયણને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને અક્ષરજનોએ આ અલૌકિક અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સંત સતિષદાસજી, મણીદાસજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

