GUJARAT : અંકલેશ્વરના ગડખોલ ચંડાલ ચોકડી પાસેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, ₹56,820નો મુદ્દામાલ જપ્ત

0
51
meetarticle

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વરના ગડખોલ ચંડાલ ચોકડી પાસે આવેલા યોગેશ્વરનગરમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹56,820નો મુદ્દામાલ કબજે કર્યો છે.


પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે યોગેશ્વરનગરમાં મકાન નંબર 66/03 માં રહેતો સંજય જયસ્વાલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે છ આરોપીઓ સંજય જયસ્વાલ, અનિલકુમાર જયસ્વાલ, રામનિવાસ જયસ્વાલ, રાજકુમાર માઝી, સંતોષકુમાર ગુપ્તા અને ધર્મરાજ તિવારીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹15,820, 6 મોબાઇલ ફોન જેની કિંમત ₹41,000 છે, પત્તાના પાના અને અન્ય વસ્તુઓ મળી કુલ ₹56,820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનો અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here