અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે ગતરોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળી પડવાથી એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના વરસાદ દરમિયાન બની હતી.

મૃતક મહિલાની ઓળખ પીલુદ્રા ગામના રહેવાસી 47 વર્ષીય વર્ષાબેન જગદીશભાઈ પટેલ તરીકે થઈ છે. તેઓ ગામની સીમમાં ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન તેમના પર આકાશી વીજળી પડી હતી. વીજળીના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર પોલીસ અને મામલતદારની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

