અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માનવીય હસ્તક્ષેપથી એક ગરીબ પાઉંભાજી વિક્રેતાની ૧૪ વર્ષીય પુત્રી સાક્ષીને કેન્સર સામે નવજીવન મળ્યું છે. ONGC કોલોની નજીક લારી ચલાવતા કમલેશ સોમૈયાની પુત્રી સાક્ષીને બોન કેન્સરનું નિદાન થયું હતું.

આર્થિક રીતે અસમર્થ પરિવારે કોર્પોરેટર વિશાલ ચૌહાણ મારફતે મંત્રી ઇશ્વરસિંહ પટેલનો સંપર્ક કર્યો હતો. મંત્રીએ તાત્કાલિક સંવેદનશીલતા દાખવીને બાળકીની સારવારની વ્યવસ્થા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કરાવી હતી.
ત્યાં સાક્ષીની સર્જરી વિનામૂલ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હાલમાં સાક્ષી સંપૂર્ણ સ્વસ્થ છે અને શાળાએ પણ જઈ રહી છે. બાળકીના સ્વસ્થ થવાથી પરિવારે મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

