અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગોયા બજાર નજીક રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલા એક મેરેજ હોલમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી જુગાર રમાડનાર મહમંદ સાકીર હનીફ મુલ્લા સહિત કુલ ૧૮ જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસે જુગારના સ્થળેથી રોકડા ₹૧ લાખ અને જુગારમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ ₹૫,૮૧,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે પકડાયેલા તમામ ૧૮ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
