GUJARAT : અંકલેશ્વરમાં નદી પ્રદૂષણ: અંકલેશ્વરની વનખાડીમાં ઝેરી પાણી, સ્થાનિકોને શ્વાસ અને આંખોમાં બળતરાની તકલીફ

0
86
meetarticle

અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વનખાડી નદીમાં ચોમાસા દરમિયાન ફરી એકવાર પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી વહેતું જોવા મળ્યું છે. આ ઝેરી પાણીના કારણે સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે, જેમાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો સામે આવી છે.


સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા વારંવાર સર્જાય છે, છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ફરિયાદ બાદ GPCBના ડો. જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું કે તેમની ટીમે સ્થળ પર જઈને પાણીના સેમ્પલ લીધા છે અને GIDC સાથે મળીને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here