ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ ભંગાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે કનૈયા નગરના એક ગોડાઉનમાંથી ₹50,000ની કિંમતનો એસ.એસ. (સ્ટેઈનલેસ સ્ટીલ) ભંગાર જપ્ત કર્યો છે.

પોલીસે કનૈયા નગર ખાતે રહેતા રાકેશકુમાર ગુપ્તાના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, ગોડાઉનમાંથી એસ.એસ.ના પાઇપ, રિંગ અને વાલ્વ સહિત કુલ 123 કિલો શંકાસ્પદ ભંગાર મળી આવ્યો.
પોલીસની પૂછપરછમાં, રાકેશ ગુપ્તાએ આ મુદ્દામાલ સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામના બે વ્યક્તિઓ પાસેથી સસ્તા ભાવે ખરીદ્યો હોવાની કબૂલાત કરી. પોલીસે રાકેશ ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

